કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવારે ટ્વીટ કરીને પ્રવાસી શ્રમિકો અને ગરીબોની વ્યથા દર્શાવતો એક માર્મિક વિડીયો ટ્વીટ કર્યો હતો. વિડીયોમાં મોટા શહેરોમાંથી પલાયન કરનારા લોકોની દુર્દશા બતાવવામાં આવી છે. આ સાથે જ આ વિડીયોમાં એક ગીત પણ વાગે છે જેમાં શ્રમિકોના દુઃખને બતાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સતત મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન પણ રાહુલ ગાંધીએ મોદી સરકારના ઘણા નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે.
વિડીયો સાથે જ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ માં લખ્યું છે કે, અંધકાર ખુબ જ છે. સંકટનો સમય છે, હિંમત રાખીએ. આપણે સૌ તેમની સુરક્ષામાં ઉભા છીએ. સરકાર સુધી તેમનો અવાજ પહોચાડીને રહીશું. તેમના હકની મદદ તેમને અપાવીને રહીશું.દેશની સાધારણ જનતા નહિ પરંતુ આતો દેશનો સ્વાભિમાનનો ધ્વજ છે. અમે તેને ક્યારેય ઝૂકવા નહિ દઈએ.