ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ થોડીવારમાં જ ગૃહમાં બજેટ રજૂ કરશે. જો કે, બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરીને વિધાનસભા ગૃહ બહાર પહોંચ્યા છે.