કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે સાંજે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના સ્વાસ્થ્ય વિશેની વિગતવાર માહિતી હજી ઉપલબ્ધ નથી. ન્યુઝ એજન્સી ANIએ આ અંગે માહિતી આપી હતી. નોંધનીય છે કે, સોનિયા ગાંધીની રવિવારે અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક અસરથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.