ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તા. ૧૪ જાન્યુઆરીના દિવસે મણિપુરનાં ઇમ્ફાલથી શરૂ થઈ દેશનાં ૧૫ રાજ્યોમાંથી પસાર થઈ, મુંબઈમાં સંપન્ન થવાની છે. આ યાત્રાનો હેતુ દેશના સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ ઉપર સર્વ કોઈનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ માહિતી આપતાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, અમે આજે (શનિવારે) આ યાત્રાનો લોગો (ચિન્હ) પણ નક્કી કરી લીધો છે. તેમજ આ યાત્રાનો મુદ્રાલેખ પણ નક્કી કરી લીધો છે. યાત્રાનો મુદ્રાલેખ રહેશે, ન્યાયિક હક્ક મિલને તક.