ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઇ કોંગ્રેસપક્ષના છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તા.૨૭ અને ૨૮ નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અમદાવાદ, કડી, ઓલપાડ, ડેડીયાપાડા સહિતના સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે.