કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 5 સપ્ટેમ્બરના રોજ વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના સાંસદોની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં સંસદના વિશેષ સત્ર અંગે રણનીતિ ઘડવામાં આવશે. આ વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. બેઠકમાં વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને બોલાવવામાં આવ્યા છે.