રાજસ્થાનમાં જારી રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે અને દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમની પાસે સમગ્ર દેશના પાર્ટી કાર્યકર્તાઓનુ સમર્થન છે.
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ઉમેદવારીને લઈને અસમંજસ વચ્ચે શશિ થરૂરે પલક્કડના પટ્ટામબીમાં ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી.