આજે કોંગ્રેસને 24 વર્ષ બાદ પ્રથમ બિન-ગાંધી અધ્યક્ષ મળવાના છે. સોમવારે વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ) ખડગે અને શશિ થરૂર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણીમાં 9,500 થી વધુ વોટ પડ્યા હતા. આજે સવારે 10 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. સાંજ સુધીમાં પરિણામ આવી શકે છે. આ દરમિયાન શશિ થરૂરના પોલિંગ એજન્ટે ગંભીર આરોપ લગાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલિંગ એજન્ટ સલમાન સોઝે ત્રણ રાજ્યો પંજાબ, યુપી, તેલંગાણામાં ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવ્યો છે.
શશિ થરૂર જૂથના આરોપ બાદ ઉત્તર પ્રદેશની મતપેટીને મતગણતરી મત ગણતરીની પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવી છે.