ચૂંટણી પંચમાં બે કમિશનરોની નિમણૂકનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અરુણ ગોયલના રાજીનામા પછી સમાચાર હતા કે આ સપ્તાહમાં કેન્દ્ર સરકાર બે કમિશનરોની નિમણૂક કરી શકે છે.
જો કે કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે ૨૦૨૩ના નિર્ણયને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને કમિશનરોની નિયુક્તિ પ્રક્રિયાથી રોકી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરીમાં અરુપ ચંદ્રા પણ ચૂંટણી કમિશનર પદેથી નિવૃત્ત થયા હતાં. આ સ્થિતિમાં હાલના સમયે ચૂંટણી પંચની પેનલમાં ફક્ત એક જ કમિશનર છે અને તે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે