Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં પેટાચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે ત્યારે બન્ને રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. કૉંગ્રેસ પક્ષે મુરતિયાઓ શોધવાની કવાયત શરૂ કરી છે. વિધાનસભા બેઠકદીઠ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલમાંથી એક ઉમેદવાર પાર્ટી સીધો મૅન્ડેટ આપશે. પાર્ટી દાવેદારોની પ્રતિક્રિયા નહીં માંગે.

21મી ઑક્ટોબરના રોજ ગુજરાતની ખાલી પડેલી સાત પૈકી છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું પરિણામ આગામી 24 તારીખે જાહેર થશે. ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પક્ષે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉમદેવારની પસંદગી માટે કવાયત શરૂ કરી છે. કૉંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કૉંગ્રેસ પક્ષ આ વખતે ઉમેદવારને સીધો મૅન્ડેટ આપશે. ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે. નિરીક્ષકો દ્વારા અપાયેલા નામ પર પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ મહોર મારશે.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણી સાથે ગુજરાતની પેટા ચૂંટણીની પણ જાહેર કરાઈ હતી. શનિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની સાત પૈકી ચાર બેઠક, ખેરાલુ, લુણાવાડ, અમરાઇવાડી અને થરાદ બેઠકની જાહેરાત કરાઇ હતી પરંતુ અન્ય બાકી ત્રણ પૈકી 2 વિધાનસભા બેઠક રાધનપુર અને બાયડની જાહેરાત રવિવારના રોજ કરવામાં આવી છે,પરંતુ હજુ એક બેઠક મોરવાહડફની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી નથી ત્યારે જોવાનું રહેશે કે કૉંગ્રેસ પાર્ટી છ બેઠકમાં કેટલીક બેઠક પર પોતાનો પંજો જમાવી શકશે કે પછી ભાજપનું કમળ ખીલશે?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ