આવતીકાલે એટલે કે, 31 જૂલાઈ બુધવારના રોજો કોંગ્રેસે એક બેઠક બોલાવી છે. કોંગ્રેસ સંસદીય દળની સામાન્ય બેઠક સવારે 10 વાગ્યે સેન્ટ્રલ હોલમાં યોજશે. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહાભારતની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય બજેટને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને કહ્યું કે દેશમાં ભયનું વાતાવરણ છે