Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરવાના ભાજપ સરકારનાં પગલાનો સતત વિરોધ કરતી કોંગ્રેસને પાર્ટીના જ હરિયાણાના વગદાર નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આડે હાથ લીધી હતી. હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે, પાર્ટી તેના રસ્તા પરથી ભટકી ગઈ છે. હવે કોંગ્રેસ પહેલા જેવી રહી નથી. આમ કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોમાં બગાવત અને સંકટનો સામનો કરનાર કોંગ્રેસ માટે હરિયાણામાં પણ તિરાડ પડવાના અને બગાવતના સંકેતો મળી રહ્યા છે. હુડ્ડાએ રોહતકની પરિવર્તન મહારેલીમાં કહ્યું હતું કે, કાંેગ્રેસ હવે અગાઉ જેવી રહી નથી. કલમ ૩૭૦ રદ કરવાના ભાજપ સરકારનાં પગલાને હુડ્ડાએ આવકાર્યો હતો અને કહ્યું હતું કે હું દેશહિત અને રાષ્ટ્રવાદ સાથે સમજૂતી કરી શકું નહીં. જો કેન્દ્ર સરકાર કોઈ સારા અને સાચા નિર્ણયો લેતી હોય તો તેને મારું સમર્થન છે. આમ કલમ ૩૭૦ મુદ્દે કોંગ્રેસમાં જ આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. અગાઉ પણ કેટલાક કોંગ્રેસી નેતાઓએ કલમ ૩૭૦ની નાબૂદીને આવકારી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ