લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને કારમી હાર બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાની વાત પર મક્કમ બન્યા હતા તેવી અટકળો વચ્ચે ગાંધી પરિવારના અત્યંત નજીકના માનવામાં આવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવરસિંહે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું પાર્ટીને અમિત શાહ જેવા મજબૂત નેતાની જરૂર છે, જે શક્ય નથી. તેમણે બીજેપીના સંગઠિત વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન નટવરસિંહે પક્ષની અંદર ફેલાયેલી અરાજકતા માટે પાર્ટીના શીર્ષ નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેઓ વધુમાં કહ્યું કોંગ્રેસ પાર્ટીને એક અમિત શાહ જેવા નેતાની જરૂર છે.
તેમણે કહ્યુ, "કોંગ્રેસ પક્ષમાં હંમેશા એવું બનતું આવ્યું છે કે કાર્યકારિણી બેઠકમાં તમારો વડો જે કહે છે તે બહાર આવી જાય છે. તમારે જાતે જ કહી દેવું જોઈએ કે અમે ઘરે જઈ રહ્યા છીએ. પરંતુ આવું ન થયું. હું તો 25 વર્ષ રહ્યો છું. નહેરુજી, પટેલ જી અને ગાંધી જીનો સમય કંઈક અલગ જ હતો, હવે આ બધું જવા દો."