Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રાજીવ ત્યાગીનું નિધન થયું છે. હાર્ટ ટેકના કારણે તેમનું નિધન થયું છે. બુધવાર સાંજે અચાનક તેમની તબિયત ખરાબ થતા તેમને ગાજિયાબાદના યશોદા હોસ્પિટલની અંદર દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં દાખલ થયાની થોડીવારની અંદર તેમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કોંગ્રેસના સંચાર સચિવ ડો વિનીત પૂનીયાએ તેમના નિધનની જાણકારી આપી છે. રાજીવ ત્યાગી કોંગ્રેસના ચપળ અને બાહોશ પ્રવક્તા હતા. ટીવી ચેનલોમાં આવતી ડિબેટની અંદર પ્રભાવશાળી રીતે તેઓ પાર્ટીનો બચાવ કરતા હતા. રાજીવ ત્યાગીના નિધન બાદ ભાજપના સંબિત પાત્રા સમેત ઘણા નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે.

રાજીવ ત્યાગીએ બુધવારે પાંચ વાગે એક ટીવી ડિબેટમાં ભાગ લીધો હતો. ત્યાગીએ બુધવારે ચાર વાગ્યા આસપાસ એક ટ્વિટ પણ કર્યુ હતું. જેમાં તેમણે પાંચ વાગે થનારી ટીવી ડિબેટ અંગેની માહિતિ આપી હતી. ત્યારબાદ તેમની તબિયત અચાનક બગડી અને તેઓ બેભાન થઇ ગયા. બહોશ હાલતમાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

તમામ લોકો માટે આ સમાચાર આશ્ચર્યજનક હતા કારણ કે રાજીવ ત્યાગી પાંચ વાગે તો ટીવી પર ડિબેટ કરતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અન્ય મોટા નેતાઓએ ટ્વિટ વડે દુખ વ્યક્ત કર્યુ હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ