પંજાબના ખડૂર સાહિબના કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગીલે લગ્નમાં થતા નકામા ખર્ચને રોકવા માટે સંસદમાં ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું છે. શુક્રવારે ગૃહમાં રજૂ કરાયેલા આ બિલમાં લગ્નમાં માત્ર 50 લોકોને બોલાવવા જેવા નિયમો લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. આ બિલને પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડીચર ઓન સ્પેશિયલ ઓકેશન્સ બિલ નામ આપવામાં આવ્યું છે. આ બિલ મુજબ લગ્નમાં માત્ર 50 લોકોને જ બોલાવવામાં આવે, 10 થી વધુ વાનગીઓ ન હોવી જોઈએ અને લગ્નમાં 2500 થી વધુ શગુન ન આપવાનું કહેવામાં આવ્યું છે.