લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યપદે ચૂંટાયેલા ભાજપના અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને લોકસભા ચૂંટણી જીતી ગયા છે. જેથી હવે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું છે. આ બંને બેઠક પર પાંચ જુલાઈના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવાની કવાયત કરી છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા છે તેને પગલે કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે એવી દહેશત છે જેને લઇને પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોને બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા બાલારામ રીસોર્ટ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમને 5 જુલાઈના રોજ સીધા ચૂંટણી સ્થળે લાવવામાં આવશે.
રાજ્યસભાની ચુંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે મોક પોલ કરવાના બહાના હેઠળ તમામ ધારાસભ્યોની શિબિર યોજવામાં આવી છે. આ શિબિરમા ભાગ લેવાનો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ઇન્કાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી, જેના બાદ ભારે ચર્ચા જાગી હતી.