કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધન પર કૉંગ્રેસપાર્ટીમાં શોકની લહેર દોડી ગઈ છે. દિગ્વિજય સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, અભિષેક મનુ સિંઘવી, અર્જુન મોઢવાડિયા સહિત અનેક સિનિયર નેતાઓએ અહેમદ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. દિગ્વિજય સિંહે કહ્યું કે અહેમદ પટેલ એક અભિન્ન મિત્ર, વિશ્વસનીય સાથી જતા રહ્યા. અમે બંને વર્ષ 1977થી સાથે રહ્યા. તેઓ લોકસભામાં પહોંચ્યા, હું વિધાનસભામાં. અમે તમામ કૉંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજકીય દર્દની દવા હતા. મૃદૃભાષી, વ્યવહાર કુશળ અને હંમેશા હસતા રહેવું એ તેમની ઓળખ હતી.
દિગ્વિજય સિંહે કહ્યું કે, કોઈ કેટલો પણ ગુસ્સે હોય તેમની એવી ક્ષમતા હતી કે તેઓ તેમને સંતુષ્ટ કરી પણ શકતા હતા. મીડિયાથી દૂર, કૉંગ્રેસના દરેક નિર્ણયમાં સામેલ. કડવી વાત પણ ખૂબ જ મીઠા શબ્દોમાં કહેવું તેમની પાસેથી શીખી શકતા હતા. કૉંગ્રેસ પાર્ટી તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકે. અહમદભાઈ અમર રહો.