ગુજરાત વિધાનસભા ની આઠ પેટા ચૂંટણી માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે. આજથી કૉંગ્રેસ અને ભાજપના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છની અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે પ્રચાર માટે પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરીને પ્રદ્યુમનસિંહને ચૂંટણી જીતાડવા માટે અપીલ કરી હતી. અહીં તેઓએ ચૂંટણી સભા પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. મુખ્યમંત્રીએ રાજ્યસભાની ચૂંટણીને યાદ કરીને કૉંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા મારી રહ્યા હતા તેઓ આરોપ લગાવ્યો હતો.