Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસને પગલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ છે, જેના કારણે સમગ્ર દેશમાં દારૂની દુકાનો પણ બંધ છે. આ દરમિયાન રાજસ્થાનના કોટાની સાંગોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરે મુખ્યમંત્રી અશોક ગહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવા માટેની અપીલ કરી છે. આ માટે કોંગ્રેસ ધારાસભ્યએ દલીલ કરી છે કે, દારૂ પીવાથી કોરોના વાયરસ ખતમ થઈ જશે.

આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય ભરતસિંહે મુખ્યમંત્રી ગહલતોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જ્યારે કોરોના વાયરસ દારૂથી હાથ ધોવાથી સાફ થઈ શકે છે, તો દારૂ પીવાથી પીનારાના ગળામાંથી પણ વાયરસ ખતમ થઈ જશે.

તેમણે વધુમાં લખ્યું છે કે, દારૂના ધંધા કરનારા લોકો માટે આ સ્વરોજગાર યોજના છે અને રૂપિયા કમાવવાની સોનેરી તક પણ છે. માર્કેટમાં દારૂની ભરપુર માંગ છે. લૉકડાઉનમાં દારૂબંધી દરમિયાન સરકારની મહેસૂલી આવકને પણ જંગી નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત દારૂ પીવાનું વ્યસન ધરાવતા લોકોનું સ્વાસ્થ્ય પણ સારૂ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ