ગુજરાત વિધાનસભામાં મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના પ્રશ્નોને ગૃહમાં રજૂ કર્યા હતા, જે મામલે હોબાળો થતા અધ્યક્ષે કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુંમરને સસ્પેન્ડ કર્યા હતા. મંત્રીના જવાબ દરમિયાન વચ્ચે બોલતા વિરજી ઠુમરને અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા હતા. તે સમયે વિધાનસભામાં કોંગ્રેસનાં અન્ય સભ્યો પણ ઉભા થઇ ગયા. તેમણે અધ્યક્ષ તેરી સરકાર નહિ ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.