ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરમાં ફરીથી 21 દિવસનું લોકડાઉન લાદવાની માગ કરી છે. તેમણે આ અંગે સુરેન્દ્રનગર કલેક્ટરને પણ પત્ર લખ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 40થી 45 લોકો રોજ કોરાનાથી સંક્રમિત થાય છે. જિલ્લામાં મેડિકલ ચેકઅપ બાદ જ પ્રવેશ આપવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જિલ્લામાં કોરોનાના આંકડા 400ને પાર થયો હોવાનું જણાવ્યું છે. તેમણે કોરોનાની ચેઈન તોડવા 21 દિવસનું લોકડાઉન ખૂબ જરૂરી હોવાની રજૂઆત પણ પત્રમાં કરી છે.