મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને તોડજોડની નીતિ અપનાવી ચૂક્યું છે. જેમાં ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી દીધી છે. ગઈકાલે કોંગ્રેસ માંથી સાગમટા ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસના 5માં ધારાસભ્યનું પણ રાજીનામું પડ્યું છે. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.