ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યના નેતાઓ સાથે તેમના પરિવારના સભ્યો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. ટંકારા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લલિત કગથરા હાલ મોરબી બેઠક પર યોજાનાર પેટાચૂંટણીને લઈને પ્રચારકાર્યમાં જોતરાયેલા હતા. જો કે હવે તેમના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.
લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે, પરંતુ રાજકોટમાં રહેલા તેમના પુત્ર-પુત્રવધુ અને ભાઈ સહિત પરિવારના 22 સભ્યોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.