કોરોનાની મહામારીના સંક્રમનને રોકવા માટે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકાડાઉનનું પાલન કરાવવું પોલીસ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. તેમાં પણ રોફ જમાવવા માટે પંકાયેલા રાજકારણીઓ પર કંટ્રોલ કરવાનું પોલીસ માટે અઘરું છે. આજે સિદ્ધપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે TRB જવાન સાથે દાદાગીરી કરી હતી અને ગાળો ભાંડી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બેચરાજી ચેકપોસ્ટ પાસે TRBના જવાને ગાડી રોકતા કોંગ્રેસના ધારાસભ્ય એવા ચંદનજી ઠાકોરે TRB જવાન સાથે ઉગ્ર બોલાચાલી સાથે બીભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હતો. સમગ્ર મામલો ઉગ્ર બનતા ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ ઘટનાને પગલે રાજ્યના DGP શિવાનંદ ઝાએ કડક વલણ અપનાવી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ કરવા મહેસાણા SPને આદેશ કર્યો હતો. ત્યાર બાદ મહેસાણા SPના આદેશને પગલે પોલીસે ચંદનજી ઠાકોર સામે જાહેરનામાના ભંગ, પોલીસની કામગીરીમાં રુકાવટ અને લોકડાઉન ભંગની ફરિયાદ નોંધી છે.