ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓને હજી બે વર્ષની વાર છે. પરંતુ કોંગ્રેસે પોતાના પક્ષના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણી તૈયારીનો સંદેશો આપતાં ચૂંટણી માટે સાત સમિતિઓની જાહેરાત કરી છે. કોંગ્રેસ કાર્યકરોને સંદેશો આપવા માંગે છે કે ઉત્તરપ્રદેશ ચૂંટણી મુદ્દે પક્ષ ગંભીર છે અને રાજ્યમાં ચૂંટણી સંબંધી ઘણા પડકાર પડેલા છે. ઉત્તરપ્રદેશ ચૂંટણી તૈયારી માટે જાહેર થયેલી સમિતિઓમાંથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિનપ્રસાદ, ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજ બબ્બર, એઆઇસીસી ઝારખંડના ઇનચાર્જ આર.પી.એન.સિંઘ જેવા દિગ્ગજ નેતાઓને આ સમિતિઓમાં બાકાત રાખવામાં આવ્યા છે. જાહેર થયેલી સાત સમિતિ પૈકી એક સમિતિ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની કામગીરી પણ કરશે. રાજકીય વનવાસના ત્રણ દાયકા પછી કોંગ્રેસ રાજ્યમાં પુનઃ બેઠા થવાની આશા સેવી રહી છે.