એક બાજુ અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરાવવા અને દાંડી કૂચને પ્રસ્થાન કરાવવા માટે પીએમ મોદી આજે અમદાવાદની મુલકાતે હતા. કાર્યક્રમ પૂરો થતા જ કોંગ્રેસની પણ એક દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે ટ્રેક્ટરને પણ સામેલ કરાયા હતા. જો કે પોલીસ દ્વારા આ દાંડી કૂચને મંજૂરી આપવામાં આવી નહતી. આમ છતાં કોંગ્રેસ પોતાની આ દાંડી કૂચ માટે મક્કમ હતી અને 2 વાગ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર કાર્યકરો અને નેતાઓનો જમાવડો થવા લાગ્યો. મંજૂરી વગર કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરતા કાર્યકરો અને નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન એક કાર્યકરની તબિયત પણ લથડી.
અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત અનેકની અટકાયત
મંજૂરી ન મળી હોવા છતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દાંડી કૂચ કાઢવા માટે મક્કમ હતા. કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી દાંડી કૂચ થવાની હતી. જો કે દાંડી કૂચ કાઢવાના પ્રયત્નોના પગલે કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જૂન મોઢવડિયા, સિદ્ધાર્થ પટેલ, પૂંજાભાઈ વંશ, મનિષ દોશી, રુત્વિક મકવાણા, રાજેશ ગોહેલ, જશુભાઈ પટેલ, ઈમરાન ખેડાવાલાની અટકાયત કરવામાં આવી