ચૂંટણી રાજ્ય રાજસ્થાનનાં ભરતપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને હિંસામાં રાજસ્થાનને ટોચના સ્થાને પહોંચાડી દીધુ છે. તુષ્ટીકરણની નીતિ અપનાવી અસામાજિક તત્વોને ખુલ્લી છૂટ આપી રાજ્યને ક્રાઇમ અને હિંસાની બાબતમાં ટોચના સ્થાને પહોંચાડી દીધુ હોવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો હતો.