કોંગ્રેસે આજે (30 ઑગસ્ટે) સંગઠનમાં ઘણા ફેરફારો કર્યા છે. પાર્ટીએ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં નવા સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે કેટલાક અધિકારીઓની પણ રાજ્યોમાં ફેરબદલ કરવામાં આવી છે. આ ઉપરાંત બે નેતાઓને સચિવની જવાબદારીમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના (AICC) સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે.