દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ ઉપરાંત કોંગ્રેસ માટે પણ ઐતિહાસિક લેખાવા જોઈએ. કારણ કે સળંગ બીજી વખત દેશનો સૌથી જુનો પક્ષ આ રાજ્યમાં ખાતું ખોલાવવાથી પણ વંચિત રહ્યો છે, એટલું જ નહિ કોંગ્રેસના 63 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે. અત્યાર સુધીના પરિણામો જોઈએ તો દિલ્હીની 70 બેઠકો પૈકી 63 પર AAP આગળ ચાલી રહ્યું છે જયારે ભાજપ 7 સીટો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નથી શકી.
કોંગ્રેસને 5 ટકાનું નુકસાન
જોકે આ વખતે ચૂંટણીના જે પરિણામો આજે આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપને આ વખતે 43 ટકા કરતા વધારે મત મળે તેમ લાગે છે.સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થઈ રહ્યુ છે.કોંગ્રસને માત્ર 4.5 ટકા મત મળે તેમ લાગે છે. કોંગ્રેસને ગયા વખતે 9 ટકા જેટલા મત મળ્યા હતા.આમ કોંગ્રેસને 5 ટકાનુ નુકસાન થયુ છે.