વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને રાહુલ ગાધીની ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ઉદ્યોગપતિઓની સરખામણી કોરોના વેરિઅન્ટ સાથે કરવી બિલકુલ યોગ્ય નથી.
દેશના ઉદ્યોગપતિઓ શું કોરોના વેરિઅન્ટ છે? શું તેમના માટે આવી ભાષાનો પ્રયોગ થવો જોઈએ? તેમણે મેક ઈન ઈન્ડિયાના કોંગ્રેસના વલણ અંગે પણ કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં દેશના ટોચના બે ઉદ્યોગપતિઓની તુલના કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે કરી હતી તેનો જવાબ મોદીએ આપ્યો હતો.