આગામી 26મી માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી કોરોના વાયરસના કારણે મોકૂફ રહેતાં જયપુરના રિસોર્ટમાં રોકાયેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 68 જેટલા ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ મંગળવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ ધારાસભ્યોનું કોરોનાને પગલે નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હતું. જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે દેશભરની 55 બેઠકો માટે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી અત્યારે મુલતવી રાખવામાં આવી છે નવી તારીખો 31 માર્ચ બાદ જાહેર થઈ શકે છે.