સામાન્ય રીતે ગુજરાત કોંગ્રેસમાં નેતાઓના ‘’સમર્થકો’’નું લક્ષ્ય તેમના નેતાની પ્રગતિ હોય છે. પણ કારોબારીમાં સૌને સૌની પ્રગતિમાં રસ હોય એવો માહોલ ઉભો કર્યો.અહેમદ પટેલે કહ્યું કે, શંકરસિંહ અને ભરતસિંહના મત જુદા હોય છે, પણ પક્ષની વાત આવે ત્યારે તેમના મતભેદ ભૂલી જાય છે. જોકે, અશોક ગેહલોતે રોકડું પરખાવતા કહ્યું કે પહેલા સત્તા મેળવો, સીએમ પછી નક્કી કરીશું.