દેશની ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન અને દેશના રાજકારણમાં કોંગ્રેસના ઘટતા જતાં વર્ચસ્વને લઈને પાર્ટીની અંદર જ સવાલ ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓ સહિત 5 પૂર્વ મુખ્યમંત્રીઓ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તન કરવાનું આહ્વાન કર્યું છે. પત્ર લખનારા લોકોમાં 5 પૂર્વ મુખ્યમંત્રીઓ, અનેક કોંગ્રેસ કાર્યસમિતિના સભ્યો, સાંસદો અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે.
આ પત્રમાં ભાજપના વધતા જતા રાજકીય કદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, ખાસ કરીને યુવાઓએ નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. આ પત્રમાં પાર્ટીનો આધાર અને યુવાનોનો વિશ્વાસ ગુમાવવાને ગંભીર ચિંતાનો વિષય માનવામાં આવ્યો છે.
પાર્ટીમાં પરિવર્તનના એજન્ડાવાળો આ પત્ર લગભગ 15 દિવસ પહેલા મોકલવામાં આવ્યો હતો. જેમાં પાર્ટીના હાલના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ પત્રમાં પાર્ટીને એક પૂર્ણકાલિન અને પ્રભાવી નેતૃત્વનીની જરૂરિયાત હોવાની વાત જણાવવામાં આવી છે.
આટલું જ નહીં, પાર્ટીમાં વ્યાપક સુધારા, સત્તાના વિકેન્દ્રીકરણ, રાજ્યના એકમોના સશક્તિકરણ, દરેક સ્તર પર કોંગ્રેસ સંગઠનની ચૂંટી, બ્લૉકથી CWC અને એક કેન્દ્રીય સંસદીય બોર્ડના તાત્કાલીક બંધારણની માંગ કરવામાં આવી છે.
પાર્ટી નેતાઓનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીમાં હારના એક વર્ષ બાદ પણ પાર્ટી સતત ઘટતી જતી શાખના કારણોની શોધ કરવા માટે કોઈ પ્રમાણિક આત્મનિરીક્ષણ નથી કરવામાં આવ્યું.
પત્રમાં કોના-કોના હસ્તાક્ષર?
આ પત્રમાં હસ્તાક્ષર કરનારા લોકોમાં રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ, પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશિ થરૂર, સાંસદ વિવેક તન્ખા પણ સામેલ છે. આ સિવાય AICCના પદાધિકારી અને CWCના સભ્ય મુકુલ વાસનિક, જિતિન પ્રસાદ, પૂર્વ CM ભૂપિન્દર હુડ્ડા, રાજેન્દર કૌર ભટ્ટલ, એમ વિરપ્પા મોઈલી, પીજે કુરિયન, અજય સિંહ, રેણુકા ચૌધરી અને મિલિન્દ દેવરાએ પણ હસ્તાક્ષર કર્યા છે.
પૂર્વ PCC ચીફ રાજ બબ્બર (UP), અરવિન્દર સિંહ લવલી (દિલ્હી), કૌલ સિંહ ઠાકુર (હિમાચલ પ્રદેશ), અખિલેશ પ્રસાદ સિંહ (બિહાર), હરિયાણાના પૂર્વ સ્પીકર કુલદીપ શર્મા, દિલ્હીના પૂર્વ સ્પીકર યોગાનંદ શાસ્ત્રી અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે પણ પત્રમાં હસ્તાક્ષર કર્યા છે.
આ પત્રમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની ચૂંટણી સાથે જ પાર્ટીના પુનરુદ્ધાર માટે સામુહિક રીતે સંસ્થાગત નેતૃત્વની તત્કાલ સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા પ્રમાણે, CWCની બેઠકનું સોમવારે સવારે 11 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
સુત્રો અનુસાર, આ બેઠકમાં હાલના રાજનીતિક મુદ્દાઓ, અર્થ વ્યવસ્થાની સ્થિતિ અને કોરોના મહામારી સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આમ પણ CWCની બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીનો એક વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે. રાહુલ ગાંધીના રાજીનામાં બાદ વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની નિમણૂંક કરવામાં આવી હતી.