કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના 'ઝેરી સાપ'ના નિવેદનને ટાંકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે, કોંગ્રેસ એવી દરેક વ્યક્તિને નફરત કરે છે, જે સામાન્ય માણસની વાત કરે છે. કોંગ્રેસ નેતાઓએ અત્યાર સુધીમાં ૯૧ વખત તેમને વિવિધ પ્રકારના અપશબ્દો કહ્યા છે. આ પક્ષે બાબાસાહેબ આંબેડકર અને વીરસાવરકર જેવા દેશભક્તોનું પણ અપમાન કર્યું છે.