કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપતા રોકવા માટે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ગુરુવારે કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને અન્ય નેતાઓને પણ રાજીનામું આપવાનું કહ્યું હતું. જેથી રાહુલ ગાંધી પોતાની રીતે ટીમ પસંદ કરી શકે. હવે કોંગ્રેસના અનેક નેતાઓએ સામુહિક રાજીનામું આપી દીધું છે.
વિવેક તન્ખા બાદ ત્રણ સચિવ, દિલ્હી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાજેશ લિલોઠિયા, તેલંગણા કોંગ્રેસ ઉપાધ્યક્ષ પુનમ પ્રભાકર અને હરિયાણા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુમિત્રા ચૌહાણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીના આવાસ 12 તુગલક લેન પર મળેલી બેઠકમાં પ્રભારી પીસી ચાકો, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ શીલા દિક્ષિત, કાર્યકારી અધ્યક્ષ હારુન યુસુફ અને રાજેશ લિલોઠિયા, પૂર્વ પીસીસી અધ્યક્ષ અજય માકન, જયપ્રકાશ અગ્રવાલ અને અરવિંદર સિંહ લવલી અને પૂર્વ સાંસદ મહાબલ મિશ્રા સામેલ થયા.