ADC બેંક બદનક્ષી કેસ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા બુધવારે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. સુરજેવાલાને રૂ.15 હજારનાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. રણદીપ સુરજેવાલાના જામીનદાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી બન્યા હતા.
શું છે મામલો?
2016માં નોટબંધી સમયે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નિવેદનો કર્યા હતા કે, ADC બેંકે 5 દિવસમાં જ રૂ.745.59 કરોડનું કાળું નાણું ધોળું કર્યું હતું. જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતાં. આ નિવેદનોના કારણે ADC બેંક અને બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.