છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના નારાયણપુર જિલ્લામાં કોંગ્રેસ નેતા વિક્રમ બૈસની હત્યા કરવામાં આવી છે. આરોપીઓએ વિસ્તારની વચ્ચે કોંગ્રેસના નેતા પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે.