ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરીષ્ટ નેતા રાહુલ ગાંધી આગામી દિવસોમાં છત્તીસગઢની મુલાકાતે જવાના છે. વાસ્તવમાં નકસલવાદી હુમલાઓથી ત્રસ્ત તેવાં આ રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજવું પડે તેમ છે. પહેલા તબક્કામાં તા. ૭મી નવેમ્બરે ૨૦ બેઠકો માટે મતદાન થશે. બાકીની ૭૦ સીટ માટે ૧૭ નવેમ્બરે મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ તો દેશના અન્ય ૪ રાજ્યોમાં જેમ ૩જી ડિસેમ્બરે પરિણામો જાહેર થવાનાં છે. તે રીતે જ છત્તીસગઢમાં પણ ૩જી ડિસેમ્બરે પરિણામ જાહેર થવાનાં છે.