કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે અને આ વખતે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર પાડવાની કોશિશ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. સત્તાવાર રીતે રાહુલ ગાંધીએ રાજસ્થાનના રાજકીય સંકટ પર કંઈ કહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, "કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધિઓઃ ફેબ્રુઆરીમાં નમસ્તે ટ્રમ્પ, માર્ચમાં એમપીમાં સરકાર ઉથલાવી, એપ્રિલમાં મીણબત્તી સળગાવી, મેમાં સરકારની છઠ્ઠી વર્ષગાંઠ, જૂનમાં બિહારમાં વર્ચુઅલ રેલીની સાથે સાથે જુલાઈમાં રાજસ્થાન સરકાર ઉથલાવવાની કોશિશ કરી. તેથી દેશ કોરોનાની લડાઈમાં 'આત્મનિર્ભર' છે."