તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસ વતી પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રાજ્યના જગતિયાલ જિલ્લામા શુક્રવારે હાઈવે પાસેનાં એક ઢાબામાં ઢોંસા બનાવ્યા તે સમયે તેઓની સાથે રહેલા કોંગ્રેસ નેતાઓ, કાર્યકરો અને ઢાબામાં રહેતા તથા આજુબાજુ રહેલા કેટલાએ લોકો રાહુલ ગાંધીની આ કાર્યવાહી જોવા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સહજ છે કે તે ઢાબાનો માલિક અને તેના છોકરાઓ (નોકરો) પણ ત્યાં હાજર હોય જ. આ પછી રાહુલ ગાંધીએ તેઓની ત્રિદિવસીય મુલાકાત સંપન્ન થતાં દિલ્હી જવા પણ રવાના થયા હતા, પરંતુ તે પૂર્વે તેઓએ અરમૂર જિલ્લામાં એક જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું.