લોકસભા ચૂંટણીની મોસમ વચ્ચે છત્તીસગઢની જાણીતી નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. રાધિકા ખેડાએ કોંગ્રેસના નેશનલ મીડિયા કો-ઓર્ડિનેટર પદેથી રાજીનામું આપી દેતા લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘જે પક્ષમાં મેં 22 વર્ષ આપ્યા, ત્યાં મારો તીવ્ર વિરોધ થઈ રહ્યો છે કારણ કે હું અયોધ્યા (Ayodhya) શ્રીરામલલાના દર્શન કરવા ગઈ હતી. દેશવાસીઓના ન્યાય માટે હું સતત લડતી રહીશ.’