સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 41 હજારને પાર 41,027 એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 2,034 નોંધાયો છે. રાજ્યમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિને લઈ વિપક્ષ દ્વારા સતત સત્તાધીશ બીજેપી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને અમરેલીમાં આરોગ્યલક્ષી માગણીઓ સરકાર ત્વરિત સ્વીકારે તેવી માગ કરતાં અચોક્કસ મુદતની આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. એવા સમાચાર મળ્યા છે. માહિતી મુજબ ધરણાં શરૂ કરે તે પહેલા જ પોલીસે ધાનાણીની અટકાયત કરી છે. ધાનાણી લેબ શરૂ કરવા માટે પ્રતિક ઉપવાસ કરવાના હતા.
આ પહેલા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સરકાર આરોગ્યલક્ષી માગણીઓને ત્વરિત ધોરણે સ્વીકારે. અમરેલીમાં કોરોના અંગે આધુનિક લેબ ઊભી કરવામાં આવે. ઉપરાંત, RTOCR અને અન્ય સાધનોથી સજ્જ લેબ ઉભી કરવામાં આવે. આ સિવાય જિલ્લામાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે. જો આ માંગણીઓ જલદી સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતનું આદોલન કરવામાં આવશે. આ સાથે પરેશ ધાનાણીએ અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં કોવિડ હોસ્પિટલ અને 500 બેડની આઈસોલેટેડ, વેન્ટીલેટરની સુવિધાવાળી હોસ્પિટલ બનાવાની માગ કરી છે.