ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની યોજાયેલી ચુંટણીમાં આજે સવારથી મત ગણતરી શરુ થઇ છે અને મોટાભાગની બેઠકોમાં ૫ થી ૭ રાઉન્ડ મતની ગણતરી પૂરી થઇ છે. પ્રારંભિક ટ્રેન્ડમાં ૮ માંથી ૭ બેઠક પર કમળ ખીલી રહ્યું છે. અને એકમાત્ર મોરબીની બેઠકે કોંગ્રેસની આશા જીવતી રાખી છે. ડાંગ અને લીંબડીની બેઠક પર ભાજપ તોતિંગ સરસાઈ સાથે વિજય તરફ આગળ વધી રહી છે તો મોરબીમાં કોંગ્રેસને પ્રમાણમાં સારી કહી શકાય તેવી લીડ મળી રહી છે. ધારીની બેઠક પર પહેલા રાઉન્ડથી જ કાન્ટે કી ટક્કર જોવા મળી રહી છે. અબડાસા, ગઢડા, કરજણ, અને કપરાડામાં પણ ભાજપના ઉમેદવારો પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતની ૮ વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ એક બાદ એક બેઠકો પર જીત મેળવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસનો સફાયો થયો છે અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી હતી, તેને tweet કરી લખ્યું હતું કે, પેટા ચૂંટણીના પરિણામ ઈ અમારી 'ઊણપો'નો અરિસો, જનાદેશનો નત મસ્તકે સ્વીકાર કરુ છુ, મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય, ભાજપના "ભાઈ" અને "ભાઉ" સહિત વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન, આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા કોંગ્રેસી કાર્યકરોને સલામ..!
આ સાથે જ હાર્દિક પટેલે પણ tweet કરી હતી તેને લખ્યું હતું કે, હાર અને જીત પછી પક્ષ વેપારી બદલે છે. વિચારધારાના અનુયાયી નહિ. લડીશ, જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહીશ.