કોંગ્રેસના દિગગજ નેતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આજે સાંજે તેઓ ભાજપમાં જોડાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવતીકાલે સિંધિયા રાજ્યસભા માટે ભોપાલથી ઉમેદવારી ફોર્મ ભરશે.
ઉલ્લેખનીય છે કે, સિંધીયાની સાથે 19 ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે કમલનાથ સરકાર પર સંકટ મંડરાઈ રહ્યું છે. સુત્રોએ જણાવ્યુ કે તેમણે ભાજપના હાઇકમાન્ડ તરફથી રાજ્યસભાની ટિકિટ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મહત્વની જગ્યા ઓફર કરી છે.