રાજસ્થાનમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિધાનસભા સત્રને લઈને કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા વિરુદ્ધ સુત્રોચાર કરી રહ્યા હતા. રાજભવનને ઘેરવાનો પ્રયત્ન કરે તે પહેલા જ ગુજરાત પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દિલ્હી ઉપરાંત ગુજરાતમાં પણ “લોકશાહી બચાવો”ના નેજા હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત રાજભવન સામે ધરણાંની કોશિશ કરી રહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત 20 લોકોની અટકાયત કરી છે. મંજૂરી વિના દેખાવો કરી રહેલા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને સેક્ટર 27 ખાતે લઈ જવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર DySp એમ કે રાણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી પ્રદર્શન માટે કોઈ પૂર્વ મંજૂરી માંગવામાં આવી નથી. હાલ રાજભવનની આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આક્ષેપ કરતાં જણાવ્યુ કે, “ભાજપે દેશમાં લોકશાહીના મૂલ્યની હત્યા કરીને સત્તા મેળવી છે. અગાઉ પણ ભાજપે મણિપુર, ગોવા અને કોરોના કાળમાં પ્રજાની સેવા કરવાના બદલે મધ્ય પ્રદેશની કમલનાથ સરકારને ઉથલાવવાનું કામ કર્યું.
ગુજરાતમાં પણ રાજ્યસભા ચૂંટણી વખતે ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા જ હતા. રાજસ્થાનમાં ભાજપ દ્વારા જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.”