કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી ડી.કે. શિવકુમારને દિલ્હી હાઈકોર્ટે બુધવારે જામીન આપ્યા છે. કોર્ટે તેમને 25 લાખ રૂપિયાના ખાનગી બૉન્ડ ભરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમને અનુમતિ વિના વિદેશ ન જવાનો પણ આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે શિવકુમારની મની લૉન્ડ્રિંગ કેસમાં EDએ ત્રણ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. ED આ મામલે તપાસ કરી રહી હતી.