કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીની વડોદરા હોસ્પિટલમાં તબિયત બગડતા મોડી રાત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીની તબિયત વધુ બગડતાં તેમને વડોદરાની હોસ્પિટલમાંથી અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરાયા છે. રાજ્યસભાની ચૂંટણી બાદ તબિયત લથડતાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાના માંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સોમવારે તેમની તબિયત વધુ બગડતાં તેમને મોડી સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.