વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના નિવેદનથી વિવાદમાં આવેલા કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની મધ્યપ્રદેશ પોલીસે આજે એટલે કે મંગળવારે દમોહથી ધરપકડ કરી છે. પન્ના ખાતે પવઈ રેસ્ટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી મંડલ સેક્ટર પ્રમુખોની બેઠકમાં હાજરી આપવા પટેરિયાએ આ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં પટેરિયાએ માફી માંગી હતી.