કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત ચૂંટણીમાં સહ પ્રભારી, મધ્ય પ્રદેશ સરકારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઉમંગ સિંધાર વિરુદ્ધ ધારના નૌગાંવ પોલીસ સ્ટેશનમાં રેપ અને મારપીટ સહિત અન્ય ધારાઓમાં FIR દાખલ કરવામાં આવી છે. FIR દાખલ કરાવનાર મહિલાએ પોતાને ઉમંગ સિંધારની પત્ની ગણાવી છે. FIR નોંધાયા બાદથી ઉમંગ સિંઘર ગાયબ છે.