ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના ફેલાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યા છે કે, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના ફેલવાની શરૂઆત થઇ છે.
પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો લગાવવાતા જણાવ્યુ કે, ‘નમસ્તે ટ્રમ્પ’ ના કાર્યક્રમને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે. આ કાર્યક્રમને લઇને ન્યાયિક તપાસની માગ કરવામાં આવશે.
ચાવડાએ જણાવ્યું કે WHO એ પહેલાથી જ કહ્યું હતું કે માનવથી માનવ રોગ ફેલાઇ રહ્યો છે. તેમ છતાં સરકારે ગંભીરતાને અવગણીને રાજકીય લાભને વશ થઇ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજ્યો. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી WHO ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરાયું. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાહિત બેદરકારી છે.